Wednesday, July 8, 2009

તમે કિયા તે ગામનાં ગોરી રાજ અચકો મચકો કાં રે લી


તમે કિયા તે ગામનાં ગોરી રાજ અચકો મચકો કાં રે લી
      અમે નવાનગરના ગોરી રાજ     અચકો મચકો કાં રે લી 
તમે કિયા તે ગામથી આવ્યા રાજ અચકો મચકો કાં રે લી 
અમે પોરબંદરથી આવ્યા રાજ     અચકો મચકો કાં રે લી 
તમે કેટલી તે બેન કુંવારી રાજ અચકો મચકો કાં રે લી 
અમે સાતે બેન કુંવારી રાજ      અચકો મચકો કાં રે લી 
તમે કેટલા ભાઈ કુંવારા રાજ અચકો મચકો કાં રે લી 
અમે સાતે ભાઈ કુંવારા રાજ     અચકો મચકો કાં રે લી 
તમને કઈ કન્યા ગમશે રાજ અચકો મચકો કાં રે લી 
અમને શામળી કન્યા ગમશે રાજ     અચકો મચકો કાં રે લી 
એ કાળીને શું કરશો રાજ અચકો મચકો કાં રે લી 
એ કાળી ને કામણગારી રાજ     અચકો મચકો કાં રે લી 
અમે નવાનગરની છોરી રાજ અચકો મચકો કાં રે લી 

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...