Friday, August 14, 2009

A letter from me to Krishna bhagwan on his birthday.....

Dear કાનુંડા,


આજે તારો birthday છે, એટલે Many Many Happy Returns of the Day. આજે તું કેટલા વર્ષ નો થયો એ તો તને ખબર, પણ મને યાદ છે ત્યાં સુધી તારી ઉંમર ૫૦૦૦ વર્ષ કરતા વધારે થઇ ગઈ હશે.  


આજે રાતે તું જ્યારે cake કાપીશ, ત્યારે, મને વિચાર આવે છે કે તું ૫૦૦૦ કરતા પણ વધારે મીણબત્તીઓ cake ઉપર કેવી રીતે ગોઠવીશ !!!!!! અને તું આટલી બધી મીણબત્તીઓ ને કેવી રીતે એક સાથે ફૂંક મારી શકીશ !!!!! તારે કઈ મદદ જોઈતી હોઈ તો કેહ્જે, હું અહી પૃથ્વી પરથી તારા માટે air blower લેતો આવીશ જેથી કરીને તારે ૫૦૦૦ મીણબત્તી ને ફૂંક ના મારવી પડે. આમ તો આજે રાતે party માં તું મને આમંત્રણ આપવાનું ભૂલી ગયો છે, પણ યાર આપણે તો ઘર જેવા સંબંધ છે એટલે હું વગર આમંત્રણે પણ સમયસર તારે ત્યાં પોહચી જઈશ. પૃથ્વી પરથી કઈ મંગાવાનું હોઈતો મારા મોબાઈલ પર મેસેજ કરી દેજે, હું લેતો આવીશ.


બાકી અહી પૃથ્વી પર તો આજકાલ swine flue એ બહુ ઉપાડો લીધો છે. જ્યાં જુઓ અને જેને જુઓ તે મોઢે ડાકુ ની જેમ બુકાની બાંધી ને ફરે છે. એટલે આજે રાતે તારી birthday party માં પણ પૃથ્વી વાસિયો ઓછા દેખાય તો નવાઈ નો પામતો. અને કદાચ આવશે તો પણ બધા મોઢે બુકાની બાંધી ને અથવા પેલા N95 માસ્ક પેહરી ને આવશે. મને વિચાર આવે છે કે એમને તું cake કેવી રીતે ખવડાવીશ ???? પણ તારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હું તો માસ્ક કે બુકાની પેહેર્યા વગર જ આવાનો છું. એટલે બધી cake આપણે બંને જ ઝાપટી જઈશું.


બીજું એ કે તે આજકાલ આકાશ માં cricket રમવાનું બંધ કરી દીધું લાગે છે, એટલે વીજળી ના ચમકારા નથી થતા અને વરસાદ પણ નથી આવતો.... કેમ ભાઈ , શું થયું ???? Cricket માંથી રસ ઉડી ગયો કે શું ???? કે પછી બીજા દેવો cricket રમવા નથી આવતા કે શું ??? દોસ્ત તું cricket રમવાનું ચાલુ રાખ તો કઈક વરસાદ પડે.


ચાલ તો હવે આ મારો લાંબો પત્ર પૂરો કરું છું. કઈ કામ કાજ હોઈ તો મેસેજ કરી દેજે. રાત્રે તો આમ પણ આપણે મળવાનું જ છે.


લી. એજ તારો દોસ્ત,
યશપાલ.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...