ગઈ કાલ રાતે મને સપનું આવ્યું એમાં મારા ૨ ગધેડાઓ ખોવાઈ ગયા હતા. પછી હું એક તબેલા જેવી જગ્યા પર એમને શોધવા જાઉં છું. ત્યારે મારા ગધેડાઓ મને જોઇને (એમના માલિક ને જોઇને) "હોચી હોચી" કરે છે. અને મને મારા ગધેડાઓ મળી જાય છે.
આ સપનું આવવાનું સંભવતઃ કારણ એ હોઈ શકે કે ગઈ કાલ સાંજે હું પપ્પા સાથે K J Choksi Public Library, Opposite Collector Office, Bharuch માં એક book exhibition જોવા ગયો હતો. તો ત્યાં exhibition માં મેં શાહબુદ્દીન રાઠોડ એ લખેલી book "મારો ગધેડો ક્યાંય દેખાઈ છે" જોઈ. આ book નું title મને બહુ ગમી ગયું. એટલે કદાચ સપના માં મને ગધેડાઓ આવ્યા હશે અને મારા ગધેડાઓ ખોવાઈ ગયા હશે.