Tuesday, March 2, 2010

A Ghost and Genelia D'Souza - both in my dreams, simultaneously

Last night I had a dreadful dream. I cried when a ghost was going to eat me live. Even my uncle, sleeping in the same room waked up due to my crying. I cried only for a second or two, but ya, I heard my crying and I waked up. Uncle asked me what happened and I said, "Nothing. Saw a ghost in my dream."

The dream :

I was in a room, don't remember what I was doing, but most probably I was studying and talking with two other fellows in my room - One was Genelia D'Souza, and another was a boy, whom I don't know, nor do I know his name or remember his face. But ya, I know that one boy was there in the same room. So it was quite late in night and we 3 decided to close the main door of our room and sleep. So I went near the door to close it. Just a few meters outside the room where I was staying, there was a wall of height of around a 2 storey building. A lady, wearing a green sari was sitting in a small window in the wall. When I was going to close the door, I saw her. She too saw me and kept her eyes down, without saying a word to me. Even Genelia and the other boy saw her. As soon as I was going to close the door, the lady stretched her body like rubber as in the English movie Fantastic Four. Her legs were still resting on the window and her mouth became so wide and long that she could gulp me down live, while I was standing. For a moment I remembered the event of Ramayan where Hanumaanji had to go into the Rakhshasi's mouth. I thought as if I was Hanumanji and the lady was that Rakshasi who wanted to eat me. Her mouth wide open and of my height so that she can gulp me down whole, while I was standing still and watching all these. As soon as her mouth reached near me, almost a centimeter away, I started crying. At that time Genelia and the boy shouted and told me to take the name of Hanumanji. I did it and as soon as I recited God's name she took a U-turn and ran away, her body still being stretched. And then I closed the door and my sleep broke. And uncle asked me what happened.


ગઈ રાત્રે મને એક ભયાનક સપનું આવ્યું. સપનામાં હું રડી પડ્યો જ્યારે એક ભૂત મને ખાવા માટે આવ્યું. અંકલ રૂમમાજ સુતા હતા તો એ પણ જાગી ગયા મારો રડવાનો અવાજ સાંભળી ને. હું જોકે એક કે બે સેકંડ માટે જ રડ્યો તો, પણ હા, મારો રડવાનો અવાજ મેં પણ સાંભળ્યો તો અને હું જાગી ગયો. અંકલે પૂછ્યું, "શું થયું?" અને મેં કીધું, "કઈ નહિ, સપના માં મેં ભૂત જોયું."

સપનું :

હું એક રૂમ માં હતો, યાદ નથી શું કરતો'તો પણ કદાચ તો હું વાંચતો'તો અને રૂમ માં બીજા બે લોકો હતા - એક હતી જેનેલિયા ડી'સોઝા અને બીજો એક છોકરો હતો જેને હું ઓળખતો નો'તો અને મને એનો ચેહરો કે નામ પણ યાદ નથી. પણ હા, એટલું ખબર છે કે રૂમ માં એક છોકરો હતો. રાત ઘણી વીતી ગઈ'તી એટલે અમે ત્રણેય એ નક્કી કર્યું કે હવે સુઈ જઈએ. એટલે હું દરવાજા નજીક ગયો બંધ કરવાં માટે. રૂમ ના દરવાજા થી થોડે જ દૂર, એક મોટી, લાંબી, ઊંચી દીવાલ હતી. એમાં એક બારી જેવું હતું. એ બારી માં મેં એક લીલા રંગ ની સાદી પેહરેલી એક બાઈ ને જોઈ. એની ઉંમર લગભગ ૨૫ થી ૩૦ ની વચ્ચે હશે. મેં એને જોઈ. એને પણ મારી સામું જોયું અને પછી નજર  નીચે ઢાળી દીધી. આ બાઈ ને જેનેલિયા અને પેલા છોકરા એ પણ જોઈ. હું જેવો રૂમ નો દરવાજો બંધ કરવાં ગયો, તેવી જ એ બાઈએ પોતાનું શરીર રબ્બર ની જેમ લાંબુ કર્યું (જેમ પેલા અંગ્રેજી મૂવી "Fantastic Four" માં આવે છે એવું) અને એનું મોઢું મારી ઊચાઇ જેટલું લાંબુ અને એની અડધી લંબાઈ જેટલું પોહ્ળું કર્યું. મને એ વખતે રામાયણ તો પ્રસંગ યાદ આવી ગયો કે જેમ હનુમાનજી લંકા તરફ જાય છે ત્યારે દરિયા માં એક રાક્ષસી આવી જ રીતે મોઢું ફાડી ને એમને ખાવા માટે આવે છે. મને એવો ભાસ થયો કે જાણે હું જ એ વખતે હનુમાનજી છું અને પેલી રાક્ષસી મને ખાવા માટે આવી છે. જેવું એનું મોઢું મારા થી એકાદ સે.મી. દૂર પોહોચ્યું હશે, ત્યારે હું ડરી ગયો અને રડવા લાગ્યો. અને એજ વખતે જેનેલિયા અને પેલા છોકરાએ બૂમ પાડી ને મને કીધું કે જલ્દી હનુંમાજી નું નામ લે. અને જેવું મેં ભગવાન નું નામ લીધું, તેવું જ એ તરત પાછુ વળી ગયું. એનું શરીર હજી ખેચાયેલા રબ્બર જેવુજ હતું. અને મેં દરવાજો બંધ કરી દીધો અને હું જાગી ગયો. અને અંકલે મને પૂછ્યું કે શું થયું.



મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...