Tuesday, June 29, 2010

એજ મારા પપ્પા

મમ્મી પર કવિતા લખી પછી મને વિચાર આવ્યો કે મમ્મી પર કવિતા તો બધાજ લખતા હોયત છે, પણ પપ્પા પર કવિતા બહુ ઓછા લોકો લખતા હોય છે. એટલે પછી મેં હમણાં, કલાક પેહલા, પપ્પા પર કવિતા લખી. આમ તો મને , અને ખાસ કરીને બધાજ છોકરાઓને એમના પપ્પા થી બહુ બીક લાગતી હોઈ છે. છોકરાઓ ને એમની મમ્મી પ્રત્યે વધારે લાગણી હોય છે.


આંગળી ઝાલીને ચાલતા શીખવે એજ મારા પપ્પા,
પડી જાઉં ત્યારે ઉભો થતા શીખવે એજ મારા પપ્પા,
આમ તો જીવન માં ચઢ-ઉતર આવ્યાજ કરે પણ,
ઓછું બોલી ને વધુ સમજાવે એજ મારા પપ્પા. 

માંગણી કરું ત્યારે રમકડા અપાવે એજ મારા પપ્પા,
ખભે ઉચકીને મેળા માં ફેરવે એજ મારા પપ્પા,
આમ તો જીવન માં પૈસા કમાવા ખૂબ અઘરા છે પણ,
મારા ભણતર માટે પૈસા પાણીની જેમ ખર્ચે  એજ મારા પપ્પા.

નિષ્ફળ જાઉં ત્યારે હિંમત આપે એજ મારા પપ્પા,
સફળ થાઉં ત્યારે શાબ્બાશી આપે એજ મારા પપ્પા,
આમ તો જીવન માં દુનિયાદારી શીખવી ઘણી કપરી છે પણ,
ધોલ મારીને દુનિયાદારી શીખવે એજ મારા પપ્પા.

- યશપાલસિંહ જાડેજા

નોંધ – મને રવિવાર અને બીજી જાહેર રજાઓ નથી ગમતી. કારણ કે તે દિવસે પપ્પા ઘરે હોય એટલે મારે એકદમ શાંત રેહવું પડે. અને મને આખો દિવસ ટેન્શન રહે. 

Sunday, June 27, 2010

કોક'દિ ફુરસદ મળે તો ફરી યાદ કરી લેજો.

આ શાયરી મેં થોડા મહિનાઓ પેહલાં લખેલી.

હોઠ પર મારું નામ આવે તો નાદ કરી દેજો,
નફરત હોઈતો મારી સાથે વાદ કરી લેજો,
દિલ માં લાગે ચુભન તો ફરિયાદ કરી દેજો,
કોક'દિ ફુરસદ મળે તો ફરી યાદ કરી લેજો.

- યશપાલસિંહ જાડેજા

Friday, June 25, 2010

All of us had nice Idli-sambhar in college prepared by Mittle.

એજ મારી માં

કાલે રાત્રે ઊંઘ નોતી આવતી તો વિચાર્યું કે કવિતા લખું. તો 'માં' પર કવિતા લખવાનું વિચાર્યું. અને જેમ જેમ કવિતા બનતી ગઈ એમ મોબાઈલ માં લખતો ગયો. હજું વધારે લખવી'તી પણ પછી ઊંઘ આવી ગઈ તો આટલીજ લખાય.

ખોટું બોલું ત્યારે તરત પકડી પાડે એજ મારી માં,
રમતો હોઉં ત્યારે ભણવા બેસાડે એજ મારી માં,
આમતો જીંદગી માં સુખ-દુઃખ આવ્યા જ કરે પણ,
રડતો હોઉં ત્યારે પોતે પણ રડે એજ મારી માં.

ભૂખ્યો થાઉં ત્યારે શીરો જમાડે એજ મારી માં,
બીમાર પડું ત્યારે દવા ચટાડે એજ મારી માં,
આમતો દુનિયા માં ભગવાન કહે "હું જ સૌથી મોટો" પણ,
તકલીફ માં પડું ત્યારે ભગવાન થી લડે એજ મારી માં.

રિસાઈ જાઉં ત્યારે લાડ લડાવે એજ મારી માં,
તોફાન કરું ત્યારે ધોલ મારે એજ મારી માં,
આમતો જીવન જીવવું ઘણું કપરું છે પણ,
મૂંઝાય જાઉં ત્યારે રસ્તો બતાવે એજ મારી માં.

- યશપાલસિંહ જાડેજા

 

Update: પપ્પા પર કવિતા

Tuesday, June 22, 2010

ઘણું સારું




ઘાયલ કરો છો આંખો નમાવી ને,
એમ ઘાયલ કરતા રહો તો ઘણું સારું.

આખો માં પ્રીત લાવો છો,
એમ હ્રદય માં પ્રીત લાવો તો ઘણું સારું.

શરમાય ને કહો છો એમ,
શરમાતા રહો તો ઘણું સારું.

તમારા પ્રેમ માં પાગલ થયો છું એમ,
વધુ પાગલ થાઉં તો ઘણું સારું.

તમારા પ્રેમ નો ભૂખ્યો બેઠો છું,
થોડો પ્રસાદ મળે તો ઘણું સારું.

આશિક થઇ ને બેઠો છું,
તમારી બાંહો માં મરવાનું મળે તો ઘણું સારું.

તમારી યાદ મને સતાવે છે એમ,
મારી યાદ તમને સતાવે તો ઘણું સારું,

તમે દિલ થી યાદ કરો અને,
મારા દિલ ની ધ્વની તમને સંભળાય તો ઘણું સારું.

-  યશપાલસિંહ જાડેજા

Sunday, June 20, 2010

Me and Rahul roaming in Himalaya Mall. Had a scary experience in Scary house.
Going to Ahmedabad, in Puri-Ahmedabad Express, with Jignesh Parmar, Mittle and her cousin, to give exam of ONGC for the post of programmers.

Thursday, June 17, 2010

હજું પણ મારું દિલ એની યાદ માં ધડકે છે.

હજું પણ આંખ માંથી આંસુ ટપકે છે,
જાણે ખડક પરથી ધોધ પડે છે.
કોણે કહ્યું યાદોં ને ભૂલવી સરળ છે ?
હજું પણ મારું દિલ એની યાદ માં ધડકે છે. 

- યશપાલસિંહ જાડેજા

Tuesday, June 15, 2010

ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,

મનહર ઉધાસે ગયેલી એક ગઝલ પરથી આ નીચેની ગઝલ બનાવેલી. મોટા ભાગ ના શબ્દો એ ગઝલ ના જ છે, ખાલી મેં એને મારી કોલેજ (SVMIT) ની કપરી જીંદગી ને અનૂરૂપ શબ્દો માં મૂકી ને લખી હતી. આ મેં મારા એન્જીનીયરીંગ ના દિવસો માં લખી હતી. આ ગઝલ દ્વારા હું ગગનવાસી (એટલે કે ભગવાન ને ) કેહવા માંગુ છું કે SVMIT ની લાઈફ કેટલી અઘરી હતી.

ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,
ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,
જીવનદાતા SVMIT નો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવાન,
ફક્ત એક વાર તો Golden ની exam માટે ઉજાગરા કરી તો જો.
ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,

જીવન જેવું જીવન તુજ હાથ માં સુપરત કરી દેશું,
અમારી જેમ એક વાર તું re-viva આપી તો જો.
ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,

નિછાવર થઇ જઈશ એ વાત કરવી સહેલી છે,
ઓ વફા ના શ્વાસ ભરનારા, ATKT વગર નું result લાવી તો જો.
ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો.

- યશપાલસિંહ જાડેજા


Note : SVMIT (Shri S'ad Viyda Mandal Institute of Technology), Bharuch

Sunday, June 13, 2010

Had a nice bath in the cool water. Also loved watching cows and a small calf staring innocently at a stranger like me.
Water here is crystal clear. Going to have a bath in the river.
At VijayDarshan Yogashram (Chaitanyadev's Aashram), Ashaa(Rajpipla), on the banks of river Narmada, with Pappa and Gohil uncle.

Saturday, June 12, 2010

આખી ડીશ ભરીને ભજિયા ખાવા સહેલા છે, એક પણ ભજિયું ન ખાવું સહેલું છે પણ બે જ ભજીયા ખાઈને બસ કહેવું અઘરું છે !!!!! Via Jagrut Desai.


તમે મારાં દેવનાં દીધેલ છો...

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો' !

મા'દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા'દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો' !

મા'દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે' બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..
Source : http://tahuko.com/?p=731    (You can also listen it over there)

Thursday, June 10, 2010

Returning home in jam-packed Saurashtra-Janta.
Reached Nirma University.
Going to Ahmedabad with Lalit Pandya and Mittle Parmar for interview of lecturer in Institute of Diploma Studies, Nirma University.

Monday, June 7, 2010

A nice msg i received- HU 1 ATVAYELO ENGINEER.

metal na moulding ma,
keyboard na F1 ma,
civil na scale ma,
drafter na drawing ma,
Project ni padojan ma,
washroom na darpan ma,
HU 1 engineer..
submissin na sensex ma,
viva na vivah ma,
girls na gappa ma,
gf na dupatta ma
Madamo ni maya ma,
result na saya ma,
dreamgirls na dreams ma,
HU 1 engineer.
2nd life na virtual world ma,
orkut ni kadakut ma,
facebook par na face reading ma,
dosto ni dosti ma,college ni masti ma,percentage na poker ma,tanhai ni tin patti ma,gaming na gupt gyan ma,
chatting ni charas ma,
ane ant ma,college puri thata,

MITRO GUMAVA NI CHINTA MA.
Hu 1 atvayelo ENGgineer.

પ્રભુ પંચાયતમાં બાળક

હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.

તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?

આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.

આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?

મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?

રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?

બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?

- પ્રણવ પંડ્યા


Source : http://gujaratigazal.wordpress.com

મમ્મી બાહારગામ થી આવે અને એને કામમાં થોડી રાહત રહે એ માટે મેં ૩-૪ દિવસ ના ભેગા થયેલા કપડા ધોયા આજે. પણ સાલો પેલો લુચ્ચો વરસાદ !!!! એને મારી બધી જ મેહનત પર પાણી ફેરવી દીધું. હજું તો મેં કપડા ધોઈ ને, નીતારીને, બાહાર સુકવવા માટે દોરી પર લટ્કાવ્યાજ હતા ત્યા જ સાલો ધોધમાર ટપકી પડ્યો અને બધા કપડા પાછા પાણી થી નીતરતા થઇ ગયા. હવે ત્યાજ રેહવા દીધા... અને પાછો અત્યારે વરસાદ બંધ થઇ ગયો. :(

Sunday, June 6, 2010

It's raining. :-)
At Inox, Bharuch. Watching Raajneeti with Lalit Pandya and Jagrut Desai.
Was upstairs, chit-chatting with my friend Jagrut. And he heard some noise of running tap-water. He ran down to close it. And what we feared had already happened. Whole kitchen's flooring was covered with water. Had to clean it up. Thanks Jagrut for your help in cleaning.

Thursday, June 3, 2010

Hu Khud Agar Piu To Bhayankar Gunoh Kahe,
Jagat Na Loko Roj Mane Zer Paay chhe..

- Mariz

Wednesday, June 2, 2010

Hurray!!! Finally rains are here in Bharuch... And as usual Power failure.

Tuesday, June 1, 2010

Body aching and little fever.

પ્રભુ પંચાયતમાં સ્ત્રી

ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.

સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા'તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.

ચીર પૂર્યા'તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?

રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !

મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !

તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?

વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?

- પ્રણવ પંડ્યા

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...