Tuesday, June 15, 2010

ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,

મનહર ઉધાસે ગયેલી એક ગઝલ પરથી આ નીચેની ગઝલ બનાવેલી. મોટા ભાગ ના શબ્દો એ ગઝલ ના જ છે, ખાલી મેં એને મારી કોલેજ (SVMIT) ની કપરી જીંદગી ને અનૂરૂપ શબ્દો માં મૂકી ને લખી હતી. આ મેં મારા એન્જીનીયરીંગ ના દિવસો માં લખી હતી. આ ગઝલ દ્વારા હું ગગનવાસી (એટલે કે ભગવાન ને ) કેહવા માંગુ છું કે SVMIT ની લાઈફ કેટલી અઘરી હતી.

ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,
ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,
જીવનદાતા SVMIT નો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવાન,
ફક્ત એક વાર તો Golden ની exam માટે ઉજાગરા કરી તો જો.
ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,

જીવન જેવું જીવન તુજ હાથ માં સુપરત કરી દેશું,
અમારી જેમ એક વાર તું re-viva આપી તો જો.
ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો,

નિછાવર થઇ જઈશ એ વાત કરવી સહેલી છે,
ઓ વફા ના શ્વાસ ભરનારા, ATKT વગર નું result લાવી તો જો.
ગગનવાસી SVMIT માં એક semester attend કરી તો જો.

- યશપાલસિંહ જાડેજા

Note : SVMIT (Shri S'ad Viyda Mandal Institute of Technology), Bharuch

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...