Monday, August 30, 2010

અને હૈયાફાટ રુદન વચ્ચે તારી આંખો મીંચાય છે.

થોડાં વર્ષો પેહલા, હું જ્યારે મુંબઈ ના જસલોક હોસ્પિટલ માં એક મહિના માટે દાખલ હતો ત્યારે ઉપર ના માળે લીફ્ટમાં જતી વખતે મેં એક નાના બાળક ને જોયેલું. માંડ એકાદ વર્ષનું એ બાળક હશે. એના દેખાવ પરથી એવું લાગતું'તું કે એને કેન્સર હશે કારણ કે એના બધાંજ વાળ ખરી પડ્યા'તા અને ખૂબ જ કરમાય ગયેલું લાગતું'તું. એની સાથે એની મમ્મી પણ હતી. એ બાળકે એવી દર્દ ભરેલી સ્થિતિમાં પણ મને ખૂબ જ પ્રેમ ભર્યું સ્મિત આપ્યું હતું. એ બાળકનું શું થયું પછી એ તો મને ખબર નથી, એ જીવે છે કે નહિ, એ પણ મને ખબર નથી, પણ એ બાળકની હાલત જોઈને મને એની મમ્મી પર દયા આવી. અને મેં નીચેની કવિતામાં એક મા ની લાગણીઓ દર્શાવવાની કોશિશ કરી છે કે જેનો પુત્ર કોઈ ગંભીર રોગ ને કારણે થોડાં જ દિવસો માં આ દુનિયા છોડી ને જતો રહે છે.


તું હસે છે ત્યારે મારું દિલ હરખાઈ છે,

તું રડે છે ત્યારે મારી આંખો ભરાઈ છે,

તને શું ખબર તારા નસીબમાં શું છે ?

તું (દર્દથી) કણસે છે ત્યારે મારું દિલ ઘવાય છે.


તારી આંખોમાં સચ્ચાઈ દેખાઈ છે,

તારી હસીમાં નિર્દોષતા દેખાઈ છે,

તને શું ખબર મોત તારી કેટલી નજીક છે ?

તારી જીંદગીના તો દિવસો ગણાય છે.


તારા ફૂલ જેવા હાથમાં જ્યારે ઇન્જેક્શન રોપાય છે,

અને બંધ ઓરડામાં તારી ચીસો પડઘાય છે,

તને શું ખબર લાચાર જનની નું દર્દ ?

અને પેલો દયાહીન ડોક્ટર સોઈ ભોંકે જાય છે.


તું આવ્યો દુનિયામાં પેંડા વહેંચાય છે,

અને મા-બાપ ના દિલમાં મોટા સપનાઓ સેવાય છે,

તને શું ખબર કે સપનાઓ કડડભૂસ થાય છે,

અને હૈયાફાટ રુદન વચ્ચે તારી આંખો મીંચાય છે.

-    - યશપાલસિંહ જાડેજા 


   નીચે ની લીટીઓ માં મેં એ બાળક ના પપ્પા ની લાગણીઓ દર્શાવાની કોશિશ કરી છે...

તું તો મિટાવી ગયો આ સંબંધ,
દિલ માં કોતરેલી યાદ કોણ મિટાવશે ?
તું તો છોડી ગયો આ દુનિયા,
મને લાગણીઓ ની કેદમાં થી કોણ છોડાવશે ?
ઈશ્વર ને ખરેખર તારી જરૂર હશે બાકી,
તું તો જલાવી ગયો મારી આંખો,
મારા મૃતદેહ ને કોણ જલાવશે ?

- યશપાલસિંહ જાડેજા

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...