આજે Friendship Day ના દિવસે રમેશ પારેખની આ રચના સવારમાં ગુજરાત સમાચાર ની રવિપૂર્તિ માં જ્ય વસાવડાના લેખમાં વાંચી. સરસ છે.
મારા ચાર - પાંચ મિત્રો છે એવા... કેવા?
આમ લુચ્ચા પણ ચુંબનની ઢગલી જેવા!
મારા ઉંબરાની રંગોળી માટે
એ પોતાની આંગળીઓ સૂકવે
મારી જીવલેણ છાતીને
આકાશો, વરસાદો, દરિયાઓ ચૂકવે
મારી મૂછના રખોપિયાં છે એવા... કેવા?
આમ લીલાછમ, આમ સાવ જેવાતેવા...