Wrote this poem just a few minutes back sitting here in my hostel room no. 212.
લોકો માટે દુવા કરી, મારી દુવાઓ ભૂલી ગયો,
હ્રદય ને રડતું મૂકી, આંસુ પાડવાનું ભૂલી ગયો.
પ્રેમિકા ને આપવા ફૂલ, બનાવ્યો મોટો બગીચો,
કમનસીબી કે વખત આવ્યે એ ફૂલ આપવાનું ભૂલી ગયો.
મિત્રો ના જખ્મો નો ઈલાજ કરતો રાત દિન,
મારા જખમી દિલ નો ઈલાજ કરવાનું ભૂલી ગયો.
સ્વજનોનો ના નિધન વખતે લખ્યા ઘણાં મૃત્યુગીત,
મારા નિધન પેહલા મારું મૃત્યુગીત લખવાનું ભૂલી ગયો.
બિનવારસી લાશો ને ઘણી વાર મેં દફનાવી છે, પણ,
મારી ખુદની લાશ માટે કબર ખોદવાનું ભૂલી ગયો.
- યશપાલસિંહ જાડેજા