Tuesday, December 21, 2010

એક ગલુડીયા ની ઈર્ષ્યા.



આજે કોલેજ ની સામે આવેલા garden ની પાસે આવેલા foot-path પર મેં આ નાના ગલુડીયા ને આરામ થી સુતા જોયું. મને ગમી ગયું અને મેં એનો ફોટો પાડી લીધો. અને પછી મને વિચાર આવ્યો કે આની ઝીંદગી કેટલી મસ્ત છે. નથી એને ATN ના submission ની ચિંતા કે નથી એને DC ના practical submit કરવાની ચિંતા. નથી એને java ના code સમજવાની માથાકૂટ કે નથી એને OpenGL માં CG ના programs કરવાની ઉતાવળ. એને તો બસ સવાર માં ઉઠી ને એના પેટ ની ચિંતા કરવાની, એની મા જે ખવડાવે એ ખાઈ લેવાનું અને બાકીનો time આરામ કરવાનો, college ના students ને ભણતર તો ભાર ઉચકતા જોવાના અને રમ્યા કરવાનું.

ભગવાને આટલા બધા પ્રાણીઓ બનાવ્યા એમાં માણસ એમનું સહુથી કાબેલ પ્રાણી છે કારણ કે એની પાસે વિચારવાની શક્તિ છે. પણ આજે મને એવું થયું કે એ વિચારવાની શક્તિ ને લીધે આપણે આટલી બધી માથાકૂટ કરવી પડે છે. No doubt, ભગવાને જે આપ્યું છે એ ખુબજ સારું છે અને આપણે એનો આભાર માનવો જોઈએ, પણ તોય આજે મને આ ગલુડીયા ની ઝીંદગી વધુ સારી લાગી.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...