Thursday, February 3, 2011

તમને દીકરીના પપ્પા થવું ગમે?

હજી તો હું કુંવારો છું, લગ્ન ને તો ઘણી વાર છે અને પપ્પા બનવાને તો એથી પણ વધુ વાર છે. પણ મને પેહલેથી જ એવી ઈચ્છા છે કે મારે ઓછા માં ઓછી એક દીકરી હોય. ખબર નહિ કેમ, પણ મને આ ઈચ્છા નાનો હતો ત્યારથી જ છે. આજે હમણાં internet surfing કરતા કરતા નીચે ની કવિતા મેં વાંચી. બહુજ સરસ લખી છે. અને હા, "મને દીકરી ના પપ્પા થવું ગમે" :-)

- યશપાલસિંહ જાડેજા


તમને દીકરીના પપ્પા થવું ગમે?
સપનું એની આંખે જોવું ગમે?


એના મનમાં ભારોભાર લાગણી રહે
એના શબ્દોમાં ઝાલરના સૂરો વહે


કળીમાંથી ફૂલ બનતું જોવું ગમે?
તમ જીવનમાં ખુશ્બુનું હોવું ગમે?


નીંદણ નથી એ તો પરિપાક છે,
શોર નથી, મનનો એ આલાપ છે,


તમને આંખોથી હૈયે ઉતરવું ગમે?
તમને બેલગામ વૃત્તિઓનું શમવું ગમે?


લાખ પુણ્યે મળે જે એ વરદાન છે,
સહજ મુક્તિનું દીકરી અનુસંધાન છે,


તમને ઈશ્વરને રમતા જોવું ગમે?
તમને મૃત્યુ પછી મોક્ષનું હોવું ગમે?


તમને દીકરો નથી? તેથી શું થયું?
દીકરી તો છે ને? ચાલો સારું થયું.


એના લાગણીના દરિયે નહાવું ગમે?
તમને જીવનના ગીતને ગાવું ગમે?


જાણે રણ વચ્ચે મીઠી એક વીરડી રહે
એની કાળજીના વાયરા સદાયે વહે


તમને કોયલનું કુંજન સાંભળવું ગમે?
ક્યાંક ખુદમાં ફરીથી ઓગળવું ગમે?


દીકરી તો કોડીયું ઝળહળતું આકાશે
એ પિયરમાં ઝબકે ને સાસરે પ્રકાશે


તમને વંશમાં આશાઓનું ફળવું ગમે?
લાખ ખુશીઓનું આંગણે ઉતરવું ગમે?


તમ મસ્તક એ ઝુકવા ન દેશે કદી,
સ્મિતનો એ દરિયો, વ્હાલપની નદી,


આંસુઓમાં સ્મિતનું ઝરવું ગમે?
તમને દીકરીના પપ્પા થવું ગમે?


- જીજ્ઞેશ અધ્યારૂ
Source : http://aksharnaad.com/2010/05/03/father-of-a-daughter-by-ja/

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...