આજે કોલેજ માં પાછી પાર્ટી હતી. ગયા ગુરુવારે result આવ્યું'તું એમાં પહેલો રેન્ક રેશમા નો આવ્યો'તો, બીજો ભાવેશ નો અને ત્રીજો આદેશ નો. તો આજે મારા ક્લાસ ના આ ત્રણ હોશિયાર students એ અમને પાર્ટી આપી. મજા આવી ગઈ. આ વખતે પણ as usual, શરૂઆત માં બધા ઓર્ડર આપવા માં વાર લગાડતા હતા. પણ પછી એક પછી બધાએ આપવાનું શરુ કર્યું. ગઈ પાર્ટી કરતા આ પાર્ટી માટે અમારી પાસે સમય ઓછો હતો કારણ કે રિસેસ ના અડધા કલ્લાક માં જ અમારે બધું પતાવાનું હતું. એટલે થોડી ઉતાવળ કરવી પડી અને તો પણ Grid Computing ની lab માં તો મોડા જ પહોચ્યા. બીજું એ પણ ખરું કે આજે ઓછા લોકો present હતા. મૈત્રેય, વિમલ, હિતેશ, શ્રીકાંત અને નિશા આજે absent હતા. હવે next પાર્ટી માટે પાછો હું રાહ જોઈ રહ્યો છું. કાશ રોજ result આવતું હોત અથવા તો કાશ રોજ કોઈ ને કોઈ લગ્ન ના બંધન માં બંધાતું હોત તો કેટલું સારું હોત, રોજ મસ્ત મસ્ત પાર્ટીઓ થાત. :-) Once again, I thank Reshma, Bhavesh and Adesh for the wonderful party. તમે લોકો જીવન માં ખૂબ ખૂબ પ્રગતિ કરો, આગળ વધો અને આજ રીતે પાર્ટી આપતા રહો એવી મારી અને બધાની જ ઈચ્છા છે. In fact, class ના બધા જ લોકો, including હું, :-), આ જ રીતે પ્રગતિ કરતા રહે એવી મારી દિલ ની ઈચ્છા છે. ભગવાન સહુ નું ભલું કરે, અને શરૂઆત મારા થી કરે. ;-)
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા બ્લૉગ પર મેં December, 2010 (M.Tech 1st Sem) માં લખેલી આ પોસ્ટ ગઈકાલે રાત્રે યાદ આવી ગઈ. મારી ૪ વર્ષની દીકરીને પણ આવી જ કંઈક ઈર્ષા કૂ...
-
"મજા આવે છે નવી નવી ભાષાઓ સાંભળવાની અને બોલતી વખતે મૂર્ખ ભૂલો કરતા રહેવાની. ભાષા શીખવાનો એક જ સ્વર્ણ નિયમ છે: ભૂલો કરતા રહેવાની હિંમત હ...
-
Ok guys here is another song by zeest for all the financial fcuked ups & broken hearted people.. So lets hit it nice & blue… Kabhi...