ગઈ કાલે સાંજે હીંચકા પર હું, મમ્મી અને પપ્પા બેઠા હતા ત્યારે મેં એમને કીધું કે મેં એક વાર સિગારેટ પીધી છે. મેં એમને પહેલાથી જ કહી રાખેલું કે હું જીવન માં એક વાર તો સિગારેટ ચાખીશ. મને પીવી ગમતી નથી, પણ તોય મારે અનુભવ તો કરવો હતો. (જે મેં ૧૧ એપ્રિલ ના રોજ કરેલો અને બ્લોગ પર અપડેટ પણ કરેલો). પપ્પાએ તો કઈ કીધું નહિ (કારણ કે એમને ખબર છે કે મેં ખાલી ચાખવા માટે જ પીધી હતી, મને ગમતી નથી) અને મુમ્મી પણ ખાસ કઈ બોલી નહિ, ખાલી એટલું કીધું કે "ના પીવાય. ચાખવાની પણ શું જરૂર છે ?"
Yesterday while sitting on the swing with Mummy and Pappa I told them how I had smoked cigarette sometime back. I had already intimated them many time before that I'll try smoking once. I don't like to smoke but still I wanted to try it (which I did on 11th April and updated on my blog). Pappa didn't said anything (because he knows I won't smoke regularly as I don't like) and Mummy too didn't said much, except that she said that, "Why should you try?"