સાસરે જતી દીકરીને, એના પપ્પા થી વિખુટા પડતી વખતે એવો સવાલ થાય છે કે એના ગયા પછી એના વહાલા પપ્પા એને ભૂલી તો નહિ જાય ને ? દીકરી ની એ લાગણી ને વ્યક્ત કરવાં મે આ નીચે ની કવિતા લખી આજે.
સાવ એકલા મુકીને જાઉં છું સાસરે,
પપ્પા તમે મને ભૂલી તો નહિ જાઓ ને ?
નાની હતી ત્યારે પા-પા પગલી ભરતી ઢીંગલી,
આજ ચાલી જશે બીજે દેશ.
પપ્પા તમે મને ........
આંગળી ઝાલીને મોટી કરી પ્રેમથી,
આજ છૂટી જશે એ આંગળી.
પપ્પા તમે મને ..........
માંડી પડું ત્યારે ઉજાગરા કરી સંભાળ રાખી,
આજ પછી કોણ સંભાળ રાખશે ?
પપ્પા તમે મને ...........
ખુદ રડું છું, જાઉં છું તમને રડતા મૂકી ને,
આજ પછી મને છાની કોણ રાખશે ?
પપ્પા તમે મને .........
સાંજ પડ્યે રોજ યાદ આવશો તમે,
આજ પછી એ ઉભરાતી આખો કોણ લૂછશે ?
પપ્પા તમે મને ભૂલી તો નહિ જાઓ ને ?
- યશપાલસિંહ જાડેજા
સાવ એકલા મુકીને જાઉં છું સાસરે,
પપ્પા તમે મને ભૂલી તો નહિ જાઓ ને ?
નાની હતી ત્યારે પા-પા પગલી ભરતી ઢીંગલી,
આજ ચાલી જશે બીજે દેશ.
પપ્પા તમે મને ........
આંગળી ઝાલીને મોટી કરી પ્રેમથી,
આજ છૂટી જશે એ આંગળી.
પપ્પા તમે મને ..........
માંડી પડું ત્યારે ઉજાગરા કરી સંભાળ રાખી,
આજ પછી કોણ સંભાળ રાખશે ?
પપ્પા તમે મને ...........
ખુદ રડું છું, જાઉં છું તમને રડતા મૂકી ને,
આજ પછી મને છાની કોણ રાખશે ?
પપ્પા તમે મને .........
સાંજ પડ્યે રોજ યાદ આવશો તમે,
આજ પછી એ ઉભરાતી આખો કોણ લૂછશે ?
પપ્પા તમે મને ભૂલી તો નહિ જાઓ ને ?
- યશપાલસિંહ જાડેજા