Thursday, August 11, 2011

બિલાડી ના બચ્ચા

ઘરે રોજ એક બિલાડી દૂધ પીવા આવે છે. અમે ૧૪ નંબર ની સ્ટ્રીટ માં રહેતા'તા ત્યારે પણ રોજ એક બિલાડી આવતી અને કદાચ અહિયાં પણ એજ બિલાડી આવે છે. એને થોડા દિવસ પહેલા ૨ મસ્ત મજાના, પરાણે વહાલા લાગે એવા બચ્ચાઓ ને જન્મ આપ્યો. ખૂબ જ સરસ બચ્ચાઓ છે. પણ આજે એક બચ્ચું મરી ગયું. :'-( હજું બપોર સુધી તો બન્ને બચ્ચાઓ ઘર માં રમતા'તા. કયું મર્યું એ તો ખબર નથી કારણ કે બન્ને બચ્ચાઓ સરખા જ લાગતા હતા. એમાં પણ આજે એક તો સોફા ઉપર શાંતિ થી બેસી ગયું'તું અને મને જોઈ ને સોફા ની પોચી ગાદી પર કુદકા મારતું'તું. બપોરે હું જામતો'તો ત્યારે બન્ને બચ્ચાઓ એની માં ને ચૂમતા હતા અને વહાલ કરતા'તા. પણ આજે બપોરે જમી ને સુતો પછી ઉઠ્યો ત્યારે ખબર પડી કે એક મરી ગયું. અને બીજું પણ થોડી વાર માટે ગાયબ થઇ ગયું'તું. એટલે મને એમ કે બન્ને બચ્ચાઓ મારી ગયા. પણ મોડી સાંજે એક બચ્ચું પાછુ આવી ગયું. હજું ૨ દિવસ પહેલા જ મે આ મસ્ત બચ્ચાઓ ના ફોટા ફેસબુક પર અપલોડ કરેલા. એક બચ્ચું મરી ગયું અને બીજું કસે ખોવાઈ ગયું'તું ત્યારે એની માં આખી સ્ટ્રીટ માં એને શોધતી હતી. પણ બીજું બચ્ચું ના મળ્યું એટલે થાકી ને લોબી માં આવી ને બેસી ગઈ. એની આખો દુઃખ ને કારણે ઉઘડતી નો'તી. રોજ તો બિલાડી મરી મમ્મી ને જોવે એટલે તરત કુદકા મારે અને જોર જોર થી "મિયાઉં મિયાઉં" કરે અને મમ્મી એને વાટકા માં દૂધ ના આપે ત્યાં સુધી બેસી રહે. પણ આજે સાંજે મમ્મી બાહાર નીકળી તો પણ એ કઈ પણ બોલ્યા વગર બેસી રહી. :'-( આખરે મોડી સાંજે એનું બીજું બચ્ચું આવ્યું ત્યારે એના જીવ માં જીવ આવ્યો અને એ દૂધ પીવા માટે ઘર ના બારણે આવી. હવે આ બીજું બચ્ચું કોઈ ના શિકાર નો ભોગ ના બને એજ પ્રાર્થના. નીચે મે જે ફોટાઓ પાડેલા ૨ દિવસ પહેલા એ મુકું છું.  










મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...