Friday, September 16, 2011

બાળકો પ્રેમમાં પડે એટલે માં-બાપ દુખી કેમ થઇ જાય છે ? Why parents get upset on knowing that their children are in love?

મને ઘણા વર્ષો થી આ પ્રશ્ન સતાવતો રહ્યો છે.  હું નીચે એના કારણો લખી રહ્યો છું.
મારા મત મુજબ નીચે ના કારણો આ માટે જવાબદાર છે : 

  • માતા પિતા ને એવું લાગે કે એમની જવાબદારી છીનવાઈ ગઈ છે. જે કામ કરવાનો એમનો (કહેવાતો) હક છે એ એમના વહાલસોયા પુત્ર કે પુત્રીએ લઇ લીધો. 
  • જો એમનો પુત્ર કે પુત્રી કોઈ બીજી ન્યાત ના પાત્ર ને પસંદ કરે તો ન્યાત ના લોકો નો સામનો કરવાનો ડર માં-બાપ ને સતાવે. "ન્યાત માં શું વાત થશે ?", "લોકો શું કહેશે ?" એવો ડર. 
  •  એવી માનસિકતા ઘણા વાલીઓ ને હોઈ છે કે એમના વહાલસોયા પુત્ર કે પુત્રી હજુ નાના બાળક જ છે ભલે ને પછી એ ૨૪-૨૫ વર્ષ ના થઇ ગયા હોઈ. એટલે જેમ નાના બાળક ને અમુક વાતો માં ખબર ના પડે એમ જીવનસાથી પસંદ કરવાની વાત પણ એમના મત મુજબ એવી વાત છે કે જેમાં પોતે જે નિર્ણય લે એ જ સાચો છે. 
  •  કુપાત્ર ની પસંદગી નો ડર. ખાસ કરીને ને છોકરીઓ ના મા-બાપ ને આ ડર સહુથી વધુ સતાવતો હોઈ છે. 
  •  અમુક વાર બધું બરાબર હોવા છતાં રૂઢીચુસ્ત વિચારસરણી બાળકો ના પ્રેમ સાથે ચેડા કરતી હોઈ છે. જેવી કે વર્ષો થી કુટુંબ માં અરેન્જડ મેરેજ જ થતાં આવ્યા હોઈ અને જો એવા કોઈ કુટુંબ માં નવી પેઢીનું ફરજંદ આડું ફાટે તો માં-બાપ ઊંચા નીચા થઇ જતા હોઈ છે.
કૃપા કરીને તમારા અભિપ્રાયો નીચે કોમેન્ટ્સ માં આપો.

Why parents get upset when they know their children are in love? 

I have been pondering over the reasons of this question over years. Below are some of the reasons that I know.

  • Parents feel that they have been robbed away from their responsibilities by their children. 
  • Fear of other people belonging to their caste/religion. 
  • Some parents just don't accept their children as grownups. For them their son or daughter of 24-25 years of age is still a small kid who can't take his or her decision. 
  • Fear of selecting the wrong life partner. 
  • Orthodox thinking. Some parents can't just think out of the box. For them, the feeling of love should sprout in their child only after they have arranged a life partner for him/her.


Please give your suggestions in the comments section below.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...