ગઈ કાલે, એટલે કે તા. ૧૮ માર્ચ ૨૦૧૨ ના રોજ રવિવારે, હું, જલ્પેશ, કીર્તીરાજ અને તુષાર અમદાવાદ ની મુલાકાતે ગયા'તા. ભૂખ લાગી હોવાથી સૌથી પહેલા અમે McDonalds માં ગયા. પેટ પૂજા કાર્ય પછી અમે Crossword માં ગયા. ત્યાં અમે ઘણો સમય પસાર કર્યો. ઘણી સારી સારી books જોઈ, પણ પછી મોંઘી લાગવાથી મૂકી દેવી પડેલી. અમારા સૌની ઈચ્છા Steve Jobs ની biography લેવાની હતી. અંગ્રેજી માં એ પુસ્તક ની કિંમત આશરે ૮૦૦ રૂપિયા ની હતી અને એ જ પુસ્તક ની ગુજરાતી આવૃત્તિ ના ભાવ આશરે ૪૦૦ રૂપિયા હતા. છેક છેલ્લી ઘડી સુધી લેવાની ઈચ્છા હતી પણ આખરે ના લેવાઈ. એવી આશા સાથે કે આ જ પુસ્તક Flipkart.com પર વધુ સારા discount સાથે ખરીદીશું.
મે Crossword પર થી એક ગુજરાતી પુસ્તક ખરીદ્યું જેનું શીર્ષક છે "લખવું એટલે કે...". સંપાદક છે કૌશિક મહેતા. આ પુસ્તક માં જાણીતા લેખકો-પત્રકારોની શબ્દયાત્રા ના સંસ્મરણો છે. મને પહેલે થી લેખેક બનવાની ઈચ્છા એટલે આ પુસ્તક મોંઘુ (રૂ. ૩૦૦) હોવા છતાં ખરીદ્યું. Flipkart.com પર નો'તું ઉપલબ્ધ. થોડાંક લેખકો, જેમ કે મારા પ્રિય લેખક કાંતિ ભટ્ટ, જ્ય વસાવડા અને ડૉ. શરદ ઠાકર ના સંસ્મરણો વાંચ્યા. બીજા લેખકો ને સમય મળતા વાંચીશ.
એ પછી અમે L.D.College ની સામે, જ્યાં હવે GTU નું building છે ત્યાં ચા પીધી. એ જગ્યા સાથે દરેક engineer ને ગજબ નો નાતો હોય છે. કારણ કે પહેલા engineering ના admission ત્યાં થી થતા, જે હવે online થઇ ગયા છે. એ પછી અમે વસ્ત્રાપુર લેક (તળાવ) ગયા જ્યાં થોડી વાર ગપ્પાબાજી કર્યા પછી મે અને કીર્તિ એ એક એવી દુકાન પસંદ કરી કે જ્યાં બેસી ને ભારત-પાકિસ્તાન નો મેચ કીર્તિ જોઈ શકે. મે cold-coffee પીધી અને કીર્તિએ લસ્સી. તુષાર અને જલ્પેશ બીજું કઈ ખાવા ગયા. Meanwhile વિક્રાંત પણ ત્યાં આવ્યો અને અમે ફરી પાછા થોડા ગપ્પા માર્યા અને પછી નક્કી કર્યું કે S.G. Highway પર વિક્રાંત એ નક્કી કરેલી જગ્યાએ બેસીને ગપ્પા મારીએ. એ દરમિયાન હેમંત પણ અમારી જોડે જોડાયો. હું, જલ્પેશ અને તુષાર સામે Lootmart માં કપડાઓ લૂટવા ગયા પણ પસંદ ના પડતા અંતે બાહાર નીકળ્યા. પછી જમવાની ઈચ્છા થઇ. ફરી પાછી કીર્તિ ની એવી ઈચ્છા હતી કે એવી કોઈ જગ્યાએ જમવા જઈએ જ્યાં મેચ દેખાડતા હોઈ. શોધતા અમે Sam's Pizza માં ગયા.
ત્યાં અમારે અલગ અલગ ટેબલ પર બેસવું પડ્યું કારણ કે અમે ૬ લોકો સમાય એટલું મોટું ટેબલ TV થી દૂર હતું. એટલે હું, વિક્રાંત, હેમંત અને કીર્તિ એક ટેબલ પર બેઠા અને તુષાર અને જલ્પેશ બીજા પર. નક્કી કરીને જ ગયા'તા કે મેચ પતે નહિ ત્યાં સુધી ઝાપટવાનું છે. જ્યારે ત્યાં ના waiter ને ઉતાવળ હતી કારણ કે રવિવાર હોવાથી ઘણા ગ્રાહકો બાહાર બેઠા હતા. Waiter સાથે થોડી ગરમાગરમી પણ થઇ હતી જેમાં કીર્તિ અને વિક્રાંતે actively participate કરેલું. :-) અંતે લોક લાગણી અને Waiter લાગણી ને માન આપી ને મેચ પૂરી થવાના જુજ સમય પહેલા અમે ઉભા થયા. ભર પેટ પિઝ્ઝા ઝાપટ્યાં. મે, તુષારે અને જલ્પેશે સલાડ માં મુકેલા તરબૂચ ઉપર સારો મારો ચલાવ્યો. અંતે બાહાર ઉભા રહી ને મેચ પૂરી કરી જે સદનસીબે ભારત જીતી ગયું. થોડા ગપ્પા માર્યા અને પછી હેમંત ઘરે ગયો. વિક્રાંત ને કઈક કામ હોવાથી એ થોડો વહેલા નીકળેલો અને પછી અમને પાછો Highcourt સામે મળ્યો. થોડી વાર ફરી પાછી informative, career oriented ગપ્પાબાજી કરી. પણ કીર્તિરાજસિંહ ને ઊંઘ આવવા થી અમે વિક્રાંત ના આગ્રહ ને વશ ના થઇ શક્યા અને અમારે ગાંધીનગર તરફ પ્રસ્થાન કરવું પડ્યું. આખરે ૧૧:૩૦ જેવું અમે ઘરે પહોચ્યા.
બીજે દિવસે સોમવાર હોવાથી મે ૧૦ દિવસ જૂની થયેલી દાઢી નો રાતે ૧૨ વાગ્યેજ સફાયો કર્યો અને સુઈ ગયો.