છેલ્લા એકાદ અઠવાડીયા થી ઉધરસ થઇ ગઈ છે. આજે થોડી વધુ લાગે છે. હમણાં થોડી વાર પહેલા કફ સીરપ પીધું.
Monday, April 30, 2012
Common Cold in Summer
It's April 30th. It's summer here in India. But my nose is still running. I don't know why I am suffering from common cold in the hot season. Nose gets blocked every now and then. Eyes get watery. It irritates me. Ears get numb. And I feel sleepy most of the time during the day. Huh. :-(
Saturday, April 28, 2012
Friday, April 27, 2012
Wednesday, April 25, 2012
Monday, April 23, 2012
Ordered Laptop Bag.
Finally, last night I ordered a Dell Adventure 15.6 inch Backpack on Flipkart.com for Rs. 2128.
Sunday, April 22, 2012
Laptop Bag લેપટોપ બેગ
The laptop backpack that I am using presently has worn out. Need a more sturdy backpack as I carry it everyday to college.
નવી લેપટોપ બેગ લેવી પડશે. હાલ માં જે બેગ વાપરું છું એ ફાટી ગઈ છે. હવે મારે એક મજબૂત બેકપેક બેગ લેવી છે કારણ કે રોજ જે રોજબરોજ નું ટ્રાવેલિંગ સહન કરી શકે અને લેપટોપ ને સાચવી શકે.
નવી લેપટોપ બેગ લેવી પડશે. હાલ માં જે બેગ વાપરું છું એ ફાટી ગઈ છે. હવે મારે એક મજબૂત બેકપેક બેગ લેવી છે કારણ કે રોજ જે રોજબરોજ નું ટ્રાવેલિંગ સહન કરી શકે અને લેપટોપ ને સાચવી શકે.
Friday, April 20, 2012
કમોસમી વરસાદ
ગઈ કાલ સવારનું વાતાવરણ વાદળછાયું હતું. ગઈ કાલ રાતના ૨ વાગ્યે વરસાદ ના છાંટા પડ્યા. અને આજ સવારથી ફરી પાછા છાંટા ચાલુ થયા છે. વાતાવરણ ખૂબ જ ખુશનુમા છે. ગરમી માં રાહત છે. :-)
Sunday, April 15, 2012
Saturday, April 14, 2012
પુરુષોએ સમજવા જેવી વાત : એક સ્ત્રી પાસે શરીર સિવાય બીજું ઘણું આપવા લાયક હોય છે.
પુરુષોએ સમજવા જેવી વાત : એક સ્ત્રી પાસે શરીર સિવાય બીજું ઘણું આપવા લાયક હોય છે.
એક પુરુષ જ્યારે આ વાત સમજશે ત્યાં સુધી માં એની જીંદગી ના ઘણાં
વર્ષો નીકળી ગયા હશે. અને પછી એ પુરુષ ને સમજાય છે કે આખી જીંદગી એણે ફક્ત સ્ત્રીઓ
નું રૂપ જ જોયું છે અને માણ્યું છે. બીજા બધા ગુણો ને એણે અણદેખ્યા કર્યા છે. પુરુષો
સ્ત્રીઓ ના શરીર ના ગુલામ હોય છે. પુરુષો જો સ્ત્રીઓ ની ઈચ્છાઓ અને લાગણીઓ ને સમજવાની
કોશિશ કરે તો ખબર પડે કે એક સ્ત્રી કે જે એની પત્ની છે એણે શું જોઈએ છે. એની શું ઈચ્છાઓ
છે. એની શું લાગણીઓ છે. ફક્ત શરીર એક થવા થી પતિ-પત્ની નો રીશ્તો નથી બનતો. આજ વાત
એક ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ના સંબંધ ને લાગુ પડે છે. જે દિવસે એક પુરુષ સ્ત્રીઓ ની
લાગણીઓ ને સમજશે અને વર્તશે એ દિવસથી સ્ત્રીઓ નું ઘરેલું શોષણ થતું અટકશે.
સ્ત્રી ને ભુખ હોય છે પ્રેમ ની અને પુરુષ ને ભુખ હોય છે શરીર ની
પણ આ વાત એક પુરુષ સમજે ત્યાં સુધી માં એ સ્ત્રીનું શરીર ચુથાય ગયું હોય છે અને એની
લાગણીઓ અને ઈચ્છાઓ ના ફુરચે ફૂરચા ઉડી ગયા હોય છે.
એક સ્ત્રી પાસે એના શરીર સિવાય ઘણું આપવા લાયક હોય છે. એક સ્ત્રી
જેટલી પ્રેમ માં સમર્પિત થય શકે છે એટલું પુરુષ નથી થય શકતો. એક સ્ત્રી જેટલું બીજા
ની ખુશીઓ માટે ગુમાવી શકે છે, પોતાની ઇચ્છાઓની હોળી કરી શકે છે એટલું પુરુષ નથી કરી
શકતો. એક સ્ત્રી જેટલું દુઃખ સહન કરી શકે છે એટલું પુરુષ નથી કરી શકતો અને આ બધી વસ્તુઓ
ને અંતે એક સ્ત્રી એટલું જ ચાહે છે કે એનો પતિ એને પ્રેમ આપે, નાની નાની ખુશી આપે અને
એની લાગણીઓ ને સમજે.
આમાં સાવ પુરુષો નો વાંક પણ નથી. ભગવાને એમના દિમાગ અને શરીર ની
રચના જ એવી કરી છે કે આ બધું એમણે તરત સમજાતું નથી અને સમજાય તો પણ એનો અજાણ્યે અમલ
થઇ શકતો નથી. આ વાત એમણે વહેલી સમજાય એટલું બંને માટે સારું છે.
નોંધ : ઘણાં દિવસો થી આ topic મન માં આવી
ને અટકી ગયો’તો. ઘણાં દિવસે આજે બ્લોગ પર લખી ને મન ને હળવું કર્યું. ખૂબ જ
ઉતાવળ માં લખ્યું છે એટલે આ topic ને વધારે સારી રીતે લખવાની ઈચ્છા છે પણ એ ફરી ક્યારેક,
જો ઈચ્છા થશે તો.
Monday, April 9, 2012
Sunday, April 8, 2012
Tuesday, April 3, 2012
Monday, April 2, 2012
ચા
ગાંધીનગર આવીને ચા પીવાની ઘણી ટેવ પડી ગઈ છે. ચા વગર ચાલતું નથી. ઘરે હતો ત્યારે કે એમ.ટેક ના ફર્સ્ટ યર માં દિવસ ની બે વાર જ ચા થતી'તી. પણ હવે તો ઓછા માં ઓછી ૩ થાય છે. એમાં પણ આજે સવારે મોડું થઇ જવાથી ચા નો'તી પીવાઈ. એટલે આજે માથું ચડ્યું છે.
Sunday, April 1, 2012
ગરમી
દિવસે દિવસે ગરમી વધી રહી છે. હજું તો આજથી એપ્રિલ મહિનો શરુ થયો. એપ્રિલ અને મે માં શું હાલત થશે ખબર નહિ. ૪૧-૪૨ ડીગ્રી અત્યારથી જ તાપમાન પહોચી ગયું છે. સાલું ગરમી નું કશું કરવું પડશે.
ગરમી માં માથા ના વાળ મને ટૂંકા જ ગમે. સવારે જલ્પેશ જતો હતો તો હું પણ એની જોડે વધેલા વાળ અને દાઢી કપાવી ને આવ્યો. એવું લાગે છે કે જાણે ૧૦૦ ગ્રામ વજન ઘટી ગયું વાળ કપાવાથી. :-)
ગરમી માં માથા ના વાળ મને ટૂંકા જ ગમે. સવારે જલ્પેશ જતો હતો તો હું પણ એની જોડે વધેલા વાળ અને દાઢી કપાવી ને આવ્યો. એવું લાગે છે કે જાણે ૧૦૦ ગ્રામ વજન ઘટી ગયું વાળ કપાવાથી. :-)
Subscribe to:
Posts (Atom)
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા બ્લૉગ પર મેં December, 2010 (M.Tech 1st Sem) માં લખેલી આ પોસ્ટ ગઈકાલે રાત્રે યાદ આવી ગઈ. મારી ૪ વર્ષની દીકરીને પણ આવી જ કંઈક ઈર્ષા કૂ...
-
"મજા આવે છે નવી નવી ભાષાઓ સાંભળવાની અને બોલતી વખતે મૂર્ખ ભૂલો કરતા રહેવાની. ભાષા શીખવાનો એક જ સ્વર્ણ નિયમ છે: ભૂલો કરતા રહેવાની હિંમત હ...
-
Ok guys here is another song by zeest for all the financial fcuked ups & broken hearted people.. So lets hit it nice & blue… Kabhi...