ગઈ કાલ ના ગુજરાત સમાચાર ની શતદલ પૂર્તિમાં જય વસાવડા ના લેખ ની શરૂઆત નીચેની કવિતા થી થઇ જેમાં કવિ શ્રી સૌમ્ય જોશી એ ખુબજ સચોટ રીતે ઈશ્વરને ફરિયાદ કરી છે.
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર
હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી જ
કોશિશ જ્યાં પતે, ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.
જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં
લાગે છે તને દૂરના ચશ્મા ય ઈશ્વર
કહે છે તું મંદિરે છે કેવો હાજરાહજૂર
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર?
થોડાં જગતના આંસુઓ ને થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?
લાગે છે તને દૂરના ચશ્મા ય ઈશ્વર
કહે છે તું મંદિરે છે કેવો હાજરાહજૂર
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર?
થોડાં જગતના આંસુઓ ને થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?
- સૌમ્ય જોશીની