ગઈ કાલે હું અને તુષાર અમદાવાદ ગયા હતાં. ત્યાં વિન્ડોઝ 8 નો સેમીનાર attend કર્યો.. ઘણું જાણવા મળ્યું અને વિન્ડોઝ ફોન માટે એપ્સ બનાવવા કેટલા સહેલા છે એ શીખવા મળ્યું. સેમીનાર AMA (Ahmedabad Management Association) ના H.T. Parekh Convention Centre માં હતો. સમય હતો બપોર ના 2 થી 6.
ત્યાં થી પછી અમે મેક ડોનાલ્ડ'ઝ (હિમાલયા મોલ) માં ગયા. અને પછી તુષાર ને digital camera અને external hard-disk જોવી હતી એટલે Croma માં ગયા હતા. અને પછી as usual, Crossword માં ગયા.
Crossword માં થી મને ચંદ્રકાંત બક્ષી ની આત્મકથા "બક્ષીનામા" મળી ગઈ. ઘણી વાર મેં ઓનલાઈન શોધવા કોશિશ કરેલી પણ બધે જ "બક્ષીનામા" out of stock હતી.
"બક્ષીનામા" લેવાનું કારણ ?
ગુજરાતી માં મને ગમતા લેખકો માં સહુથી પહેલા મને કાંતિ ભટ્ટ ગમે અને એ પછી જય વસાવડા. એ પછી આવે ડૉ. શરદ ઠાકર અને ઝવેરચંદ મેઘાણી. ગુણવંત શાહ ને પણ વાંચ્યા છે. અને સહુ થી ઓછા મેં બક્ષીબાબુ ને વાંચ્યા છે. એ છતાં એમની આત્મકથા મને વાંચવાની ઈચ્છા ઘણા સમય થી હતી કારણ કે બક્ષીબાબુ એક એવા લેખક હતા જે કોઈ ની પણ બીક કે શરમ રાખ્યા વગર બેધડક લખતા. અને મને આવા જ નિર્ભય લેખક ગમે. અને એટલે જ એમની આત્મકથા ખરીદી.
Crossword માં બીજા એક લેખક ની કૃતિઓ એ મને એમણે વાંચવા પ્રેરિત કરી. લેખક નું નામ છે "રુઝ્બેહ ભરૂચા". અને એમની જે 2 books મને લલચાવી ગઈ એ હતી : The Fakir અને એની જ sequel : The Fakir - The Journey Continues. પણ Crossword માં થી આ બે પુસ્તકો લેવાની ઈચ્છા ના થઈ કારણ કે Crossword વાળા ભાવોભાવ વહેચતા'તા જ્યારે અંગ્રેજી પુસ્તકો ઓનલાઈન ખરીદો તો ઘણા જ સારા discount માં મળતી હોય છે.
એટલે પછી આજે મેં ઓનલાઈન આ બે books શોધી અને મને ઘણા જ સારા discount સાથે મળી ગઈ. ઓર્ડર આપી દીધો (કેશ ઓન ડિલીવરી).
અપડેટ : કેશ ઓન ડિલીવરી આપ્યા પછી ઉપર જણાવેલી સાઈટવાળાઓ એ ઇ-મેઈલ દ્વારા જણાવ્યું કે The Fakir - The Journey Continues એમને ત્યાં ઉપલબ્ધ નથી. એટલે પછી મેં બંને પુસ્તકો નો ઓર્ડર કેન્સલ કર્યો અને Flipkart.com પરથી ઓર્ડર આપ્યો. અને જોડે જોડે મેં, કિરણે અને તુષારે એક Ink Pen પણ ઓર્ડર આપી.
Ink Pen વિષેની નવી એક પોસ્ટ બનાવવી પડશે.
અપડેટ : Flipkart.com પર થી ઓર્ડર આપ્યા પછી ત્યાંથી તરત પહેલી બૂક The Fakir ની delivery થઇ ગઈ પણ બીજી બૂક એમને ઘણો વખત Processing phase માં રાખી અને આખરે એમને પુસ્તક ન મળવાની જાહેરાત કરી. એટલે એ પછી ફરી મેં internet પર ફેંદવાનું શરુ કર્યું અને મને Flipkart કરતા પણ વધારે discount સાથે HomeShop18 પર મળી.