નાનપણ
થી મને Ink Pen થી લખવાનું બહુ જ ગમતું. મારી પહેલી Ink Pen મને પપ્પાએ લઇ
આપેલી, કદાચ 5th standard માં ભણતો હતો ત્યારે. મને હજી યાદ છે એ green
color ની હતી અને નીચે થી black color ની. એમાં ink પુરવા ink pot પણ એજ
દિવસે લેધેલા, blue અને red color ના. અને ઘરે આવી ને પપ્પાએ કીધું કે red
color ની ink પુરજે પેનમાં. મને નવાઈ લાગી. કારણ કે red color ની ink પૂરું
તો મારે બીજે દિવસે સ્કૂલ માં લઇ ના જવાય કે એ દિવસ નું હોમવર્ક પણ ના
થાય. red color ની ink થી તો ફક્ત ટીચર જ સાઈન કરતાં અને એ લોકો જ વાપરતાં.
પણ મારી હિંમત ના ચાલી પપ્પા ને પૂછવાની અને મેં red color ની ink પૂરી.
અને પછી પપ્પાએ મને ભણવા બેસાડ્યો. અને એ પણ જોડે બેઠા. અને એમણે maths
શિખવાડવાનું ચાલુ કર્યું. maths તો આપણું પહેલેથી જ કાચું. થોડી વાર થઇ અને
મને કઈ આવડ્યું નહી હોઈ એમણે પૂછેલું અથવા તો મેં કઈ ભૂલ કરી હસે એટલે
એમણે તો હાથ ઉઠાવ્યો. એ વખતે ચડ્ડી પહેરતો હતો એટલે ભણાવતી વખતે પપ્પા પગ
પર મારતા. અને પગ લાલચોળ થઇ ગયો. મને હજી એ યાદ છે. અને હું રડ્યો'તો પણ
ખરો. ink pen લીધાની ખુશી તો ક્યારની જતી રહી'તી કારણ કે એમણે મને red ink
પુરવા કીધેલું. થોડી વાર ભણાવીને એ તો ઉભા થઇ જતા રહ્યા.
થોડી વાર પછી હું પણ ઓ.કે. થઇ ગયો. પણ હવે સવાલ એ થયો કે કાલે સ્કૂલ માં નવી ખરીદેલી પેન લઇ જવી કે નહી ? કારણ કે જો લઇ જવી પડે તો red ink જે હમણાં જ ભરેલી એ ખાલી કરવી પડે! અને માર ખાધેલો એટલે એવી હિંમત તો થાય નહી કે જઈને પપ્પાને પૂછું કે red ink ખાલી કરું કે નહી ? એટલે એ દિવસે તો મારે મારું હોમવર્ક બીજી પેન થી જ ચલાવું પડ્યું. બીજે દિવસે સવારે પપ્પા પેન office એ લઇ ગયા'તા અને કદાચ મારાથી સ્કૂલ માં નો'તી લઇ જવાઈ. પણ ૧-૨ દિવસ પછી મેં એમણે પૂછ્યું કે હું આ red ink ખાલી કરીને blue ink નાખું ? એમણે હા પડી અને ત્યારથી હું એ ink pen વાપરવા લાગ્યો.
એ પછી તો બીજી ઘણી ink pen લીધી. એક પણ યાદ છે, maroon color ની હતી અને એનું ધાક્ળું silver color નું હતું. એની નીબ ખાસ્સી મજબુત હતી અને સારી ચાલી'તી. મને એ ઘણી ગમી'તી. એની પછી મેં એક બીજી પણ ink pen લીધેલી. એ ink pen ને અમે hero ink pen કહેતા. ખબર નહી કેમ ? કદાચ hero નામની ની કંપની એણે બનાવતી હશે. આ ink pen ની ખાસિયત એ હતી કે એની નીબ બહું નાની આવતી. એ પણ dark maroon color ની હતી અને એનું ધાક્ળું golden color નું હતું.
આ hero ink pen ની ઓળખાણ મને મારા સ્કૂલ મિત્ર આલોક એ કરાવેલી. અને મને યાદ છે ત્યાં સુધી ink pen સહુથી પહેલા મેં આલોક પાસેજ જોઈ હતી. એની પાસે મેં જ્યારે જોઈ ત્યારે મેં એની પાસે માગેલી, એ જોવા કે કેવી રીતે આ પેન થી લખાય ? અને મને યાદ છે હું બોલ પોઈન્ટ પેન ની જેમ એણે ગોળ ગોળ ફેરવી ને મેં લખવાની શરૂઆત કરી. અને આલોક એ કીધું કે આને એમ ના લખાય. એણે ફક્ત એક જ બાજુ (નીબ સીધી રાખીને) લખાય. પછી થી મને ફાવી ગયેલી.
ink pen થી લખવાનો શોખ હતો એ પહેલા હું જ્યારે નાનો હતો અને અમુક વાર TV માં કોર્ટ ના કેસ માં જજ જ્યારે ink pen થી લખતા અને ચુકાદો આપ્યા પછી એની નીબ તોડી નાખતાં ત્યારે થતો. અમુક વાર જુના પિકચરો માં પક્ષીઓ ના પીછાં થી લખતા ત્યારે મને પક્ષીઓ ના પીછાં થી પણ લખવાની ઈચ્છા થઇ જતી અને ink pen નો ink pot લીધા પછી મેં કબૂતર ના પીછાં થી પણ લખવાની ટ્રાય કરેલી. પણ મજા નો'તી આવી. (કબૂતર ના પીછાં એટલા માટે કારણ કે મને બીજા કોઈ પક્ષી નું પીછું નો'તું મળ્યું.) એક વાર એક સ્કૂલ ની બેંચ ની નાની લાકડા ની છપતરી થી પણ લખવાની ટ્રાય કરી'તી અને એણે થી સારું લખાયેલું.