લેખક તરીકે મને ચેતન ભગત હંમેશા ગમ્યા છે. મેં એમના બધાં જ પુસ્તકો વાંચ્યા છે જેમાનું સહું થી પ્રિય "ફાઈવ પોઈન્ટ સમવન" છે. નવલકથા સિવાય એ એમના ભાષણો માટે પણ પ્રખ્યાત છે. જેમ કે એમનું 'સ્પાર્ક' પર નું આ ભાષણ ખુબ જ ખ્યાતી પામેલું છે.
આજે પણ એમને ટ્વીટર પર એક સરસ ટ્વીટ કરી જે મેં નીચે આપી છે.
some life lessons i've learnt: twitter.com/chetan_bhagat/…
— Chetan Bhagat (@chetan_bhagat) June 12, 2013
ગુજરાતી ભાષાંતર :
- ખુબ જ ઓછાં લોકો તમને સાચો પ્રેમ કરે અને તમે એમને આંગળી ને વેઢે ગણી શકો છો. એમને પકડી રાખો.
- તમે સફળ હશો તો અનેક લોકો તમને પ્રેમ કરશે. તમે સફળ નહિ હોવ ત્યારે તેઓ પ્રેમ કરવાનું બંધ કરશે. તેઓ સફળતા ને પ્રેમ કરે છે, તમને નહિ. તેવા લોકોને ગંભીરતાપૂર્વક ના લો.
- જ્યારે તમે સફળ નહિ હોવ, ત્યારે તમારા સપના પર વિશ્વાસ અમુક જ કરશે. એમાના તમે એક હશો, અને અમુક વાર તમે એકલા જ હશો.
- સપનાઓ, સંકલ્પ અને ફોકસ હોવા છતાં કેટલીક વખત તમને પ્રેરણા ઓછી પડશે. એ વખતે ફરી લડવા માટે ઉઠો. તે સરળ નથી અને એટલે જ બહુ ઓછાં ત્યાં સુધી પહોંચે છે.
- વર્ગ માં પ્રથમ આવનાર લોકો જીવનમાં હંમેશા શ્રેષ્ઠ નથી હોતા. પણ લોકો જે બીજા લોકોને એમના કાર્ય ને અને પોતાને સમજે છે એ લોકો માં શ્રેષ્ઠ છે