Thursday, December 31, 2015

2015 ના મહત્વની ઘટનાઓ

1.    વર્ષની શરૂઆત ગાંધીનગરમાં ઘર ફેરવવાથી થઇ.
2.    બીજું ઘર શોધતાં ખાસ્સી વાર લાગી પણ આખરે ખુબ જ સારું મળી ગયું અને તે પણ જુના ઘરથી ખુબ જ નજીક. એટલે સામાન ફેરવવામાં તકલીફ ઓછી પડી.
3.    નવું ઘર ખુબ જ સારું હતું અને આડોસ-પાડોસ પણ ખુબ જ સારો હતો.
4.    પણ એ ઘરમાં વધારે અમે ના ટકી શક્યાં કારણ કે મેં કૉલેજ બદલવા વિચાર કર્યો.
5.    મારા વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ અને આશ્ચર્યજનક ફેરવેલ આપી.
6.    ૨૩ માર્ચ, ૨૦૧૫ ના ગાંધીનગર છોડ્યું.
7.    વડોદરાની કોલેજમાં પણ ટૂંક સમય જ રહ્યો (ત્રણ મહિના). થોડા દિવસ વડોદરા રહ્યા અને પછી ભરૂચથી વડોદરા અપ-ડાઉન કર્યું.
8.    પછી ભરૂચની કોલેજમાં લાગ્યો.
9.    દિવાળીની રજાઓમાં કચ્છ ફર્યા.
10.    અભિજીતને દીકરો આવ્યો.

નવા વર્ષેનું સ્વાગત કરતાં આપણે જુના વર્ષનું એક સર્વેક્ષણ કરીએ છે અને જુના વર્ષમાં થયેલ ભૂલો ને સુધારવાનું પ્રણ લઈએ. પણ વર્ષોથી આ બાબતમાં નિષ્ફળ જતાં એવું લાગી રહ્યું છે કે આ વર્ષે તો જુના લીધેલા પ્રણને સફળતાપૂર્વક નિભાવીએ એજ વધારે યોગ્ય છે.
 
સાલ મુબારક.

Thursday, October 22, 2015

હપ્પી દશેરા

  • આજે રજા હોવાથી અને ગઈ કાલે રાતે ગરબાં કર્યાં હોવાથી સવારે આરામથી 10 વાગ્યે ઉઠ્યો. 
  • થોડા ફાફળા - જલેબી ;-)
  • બપોરે કિરણને ભમરો કરડ્યો.

Tuesday, July 7, 2015

ધ કલામ ઈફેક્ટ

શનિવારે કૉલેજ પછી હું અને કિરણ કોસંબા ગયા, અભિજિત ના ઘરે. કોસંબા પાસે ખરચ ગામ આવેલ છે અને ત્યાં બિરલા સેલ્યુલોઝ કંપની છે. સરસ મજાનું ટાઉનશીપ છે. ત્યાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ સારું છે. એમાં આવેલી સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ડો. એ.પી.જે. અબ્દુલ કલમ પરનું પુસ્તક "ધ કલામ ઈફેક્ટ" હાથમાં આવ્યું. ઈશ્યુ કરાવીને વાંચવાનું ચાલુ કર્યું. ખુબ જ સરસ પુસ્તક છે જે અબ્દુલ કલમ સાહેબના પર્સનલ સેક્રેટરી શ્રી પી.એમ.નાયર એ લખેલ છે.

વધુ વિગત માટે મારા અંગ્રેજી બ્લોગ પરની પોસ્ટ વાંચવી.

Friday, July 3, 2015

શ્યામ તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ

ગઈ કાલે કૉલેજથી ઘરે પોહોચ્યો અને મમ્મીએ કીધું કે તારા માટે કોઈ એક પુસ્તક આવ્યું છે. પાર્સલ જોયું તો એ amazon.in પરથી આવ્યું હતું. પાર્સલ પર નામ મારું લખેલું હતું પણ કોને મોકલ્યું છે એ ખબર ના પડી. અંદરથી પુસ્તક કાઢ્યું. એમાં પણ કોઈ મેસેજ લખેલ ના જણાયો. અંતે ફરી પાછું પાર્સલ પરનું એડ્રેસ અને એની નીચે લખેલો ફોન નંબર પર મારું ધ્યાન ગયું. નંબર બીજા કોઈનો હતો. એ નંબરને મારા ફોનમાં તપાસતાં જણાયું કે આ તો મારા મિત્ર શ્યામ કોટેચાનો નંબર છે.


શ્યામને તરત ફોન કરીને આભાર માન્યો.


શ્યામને હું પહેલીવાર BITS Edu Campus ના ઈન્ટરવ્યું વખતે મળ્યો હતો. એ પછી જયારે મેં એ કૉલેજ જોઈન કરી ત્યારે હું એને મળ્યો અને થોડાક જ દિવસોમાં અમે ખુબ સારા મિત્રો બની ગયા. એ ખુબ જ હોશિયાર છે અને ખાસ તો એની સચ્ચાઈ મને સ્પર્શી ગઈ. એની પેહલી નોકરી હોવાથી એ થોડો એકલો પડતો હતો. મને મારી પેહલી નોકરીના દિવસો યાદ આવી ગયા. હું પણ એની જેમ ખુબ જ અનુભવી લોકોની વચ્ચે બીનઅનુભવી અને એકલો હતો. એ વખતે મારા મિત્ર લલિત પંડ્યાએ ખુબ મદદ કરેલી. એ જ રીતે મેં પણ મારા થોડા વર્ષોના અનુભવમાં જે કઈ શીખ્યું એ શ્યામ સાથે share કરવાની કોશિશ કરી. અને મને પણ એની સાથે મજા આવતી હતી. નસીબ જોગે મારે ટૂંક સમયમાં જ એ કૉલેજ છોડવી પડી અને શ્યામ જેવો એક સારો મિત્ર પણ.

ગૂડ લક શ્યામ.

Thursday, July 2, 2015

ફરી પાછા ભરૂચમાં

ફરી પાછા ભરૂચમાં. SVMIT ફરી જોઈન કરી. અને રોજના અપ-ડાઉનમાં (ભરૂચથી વડોદરા) થી છુટકારો.

Sunday, June 21, 2015

Great Coincidence

This was my last Tiffin at Plot No. 1059, Sector 2D, Gandhinagar. Had it with Mahesh Gajera. Then I (actually We - Me and Kiran) shifted to L N Desai's house at Plot No. 1672/1, Sector 2D.

Coincidentally, today I am again at Mahesh's place. 

Thanks to Facebook for reliving those memories.



Sunday, June 14, 2015

Saturday, June 13, 2015

કાચીંડાની આત્મહત્યા

ઝાડ પર એક કાચીંડાની
 આત્મહત્યા ચિઠ્ઠીમાં લખેલું:
 
"હવે હરીફાઈ નહી કરી શકુ,
 માણસો સાથે રંગ બદલવામાં"
Via Whatsapp.

Wednesday, February 4, 2015

લગ્નની પ્રથમ વર્ષગાંઠ

વાહલી કિરણ,

આજકાલ કરતાં આપણા લગ્નને આજે 1 વર્ષ થઇ ગયું. હું ભાગ્યશાળી છું કે તું મને જીવનસાથી તરીકે મળે. મને સહન કરવા માટે આભાર. મારું અને મને લગતી દરેક ચીજ-વસ્તુઓનું ધ્યાન રાખવા માટે આભાર. મારા પરિવારજનોનું ધ્યાન રાખવા માટે આભાર. છેલ્લે, આજની કેક અને અને વર્ષગાંઠને મનાવવા માટે તે કરેલી તૈયારીઓ માટે આભાર.

સદભાગ્યે આજે મમ્મી પણ અમારી સાથે છે અને પપ્પા પણ ગાંધીનગર આવી રહ્યા છે.

Tuesday, February 3, 2015

નવાજુની - 6

  • આખરે નવા ઘરમાં શિફ્ટ થયા.
  • ટી. વી. નું કનેક્શન હજી નથી થયું. એટલે હાલ શાંતિ છે. કોઈ ટી. વી. શો કે ન્યુઝ ચેનલ નહિ જોવા મળે.
  • એલ.પી.જી કનેક્શન હજી આવ્યું નથી. એટલે હાલ પુરતો મહેશ નો સીલીન્ડર અને સ્ટવ વાપરીએ છીએ.
  • ઘર શિફ્ટ કરવું એ કપરું કામ છે.
  • બેડ ખોલીને ફીટ કરતાં આવડી ગયું છે.
  • મમ્મી, મામીસાહેબ, કિરણ અને પ્રદીપનો ઘણો આભાર. મારે ઘણી શાંતિ રહી.
 

Monday, January 19, 2015

SVMIT ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન 2K15

UVPCE ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન પછી ગઈ કાલે SVMIT, ભરૂચ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં જઈને આવ્યો. ઘણી મજા પડી. વિગતવાર પોસ્ટ મારા અંગ્રેજી બ્લોગ પર છે.

Sunday, January 11, 2015

નવાજુની - 5


  • ગઈકાલે નવી આવેલ મૂવી 'તેવર' જોવામાં આવી. 'તેવર' પોતાના તેવર બતાવવામાં નિષ્ફળ રહી. ઘણી લાંબી ફિલ્મ હતી. થાક લાગે એટલી લાંબી. જૂની વાર્તા જેવી હતી. મનોજ બાજપાઈની એક્ટિંગ સારી હતી. બાકી ચીલા-ચાલુ ફિલ્મ.
  •  હાલ નવું ઘર શોધવાનું ચાલું  છે. 
  • વાઈબ્રન્ટ ગુજરાત સમિત - 2015 આજ થી શરું થયું. એને લીધે ઘણાં રોડ બંધ કરવામાં આવ્યા છે. સરવાળે આમ-આદમી ને પરેશાની. 

Monday, January 5, 2015

સાયન્સસીટી અને કાંકરિયા તળાવ

ગઈકાલે સવારે સાયન્સસીટી ની મુલાકાત લીધી. જે ઘણાં વખતથી બાકી હતી. અને બપોર પછી કાંકરિયા. કિરણ, હું, યશદીપ અને પ્રદીપ હતા એટલે મજા પડી.

Thursday, January 1, 2015

હેપ્પી ન્યુ યર

મારા વાહલાં બ્લોગ વાચકોને હેપ્પી ન્યુ યર. આજે નવા વર્ષની ખુબ જ સુંદર શરુઆત થઇ છે. સવારે થોડા વહેલાં ઉઠીને કસરત કરી. જલ્દી થાક પણ લાગી ગયો. પણ સરવાળે મજા આવી. સાંજે કૉલેજ પરથી આવ્યા બાદ હું અને કિરણ સેક્ટર 1 માં આવેલા ગાયત્રી મંદિર ગયા અને ત્યાંના શાંત, પવિત્ર વાતાવરણનો આનંદ માણ્યો. એ પછી બાજુ માં આવેલા મહાદેવના મંદિરે ગયા અને ત્યાં આરતી ચાલુ થઇ. ઘણાં દિવસે કોઈ મંદિરમાં આરતીમાં હાજરી આપી. સારું લાગ્યું.

મંદિરેથી પાછાં આવતા વરસાદના થોડા છાંટા પડ્યા. વાતાવરણ વધારે ઠંડુ થયું.

એકંદરે ખુબજ સારી શરૂઆત થઇ નવા વર્ષની. આશા રાખું છું કે દરેક દિવસ વધુને વધુ બહેતર થાય.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...