આજે ગુરુ-પૂર્ણિમા છે. આજને દિવસે આપણે આપણા ગુરુઓને વંદન કરી એમના આશીર્વાદ લઈએ છીએ.
પણ આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે આપણી અંદર પણ એક ગુરુ છે. જે હર ઘડી આપણી સાથે જ હોઈ છે અને આપણને માર્ગદર્શિત કરે છે. એ ગુરુ આપણી બધી જ ખામીઓ અને ખૂબીઓ જાણે છે અને એ મુજબ આપણને પથ પણ બતાવે છે.
તકલીફ એક જ છે કે આપણે એ ગુરુ નું સાંભળતા નથી અથવા તો આપણે એમને સાંભળવાનું જ બંધ કરી દીધું છે.
ગુરુ શબ્દ સંસ્કૃતના બે શબ્દ થી બનેલો છે: 'ગુ' નું અર્થ અંધકાર કે અજ્ઞાનતા થાય. અને 'રુ' નો અર્થ (અંધકાર) દૂર કરનાર થાય. અર્થાત ગુરુ આપણને અંધકાર માંથી દૂર કરીને અજવાળા તરફ લઈ જનારા છે.
હું એ ગુરુની વાત કરું છું જે આપણી અંદર છે.
આપણે બાહ્ય વિશ્વમાં એટલા ઓતપ્રોત છીએ કે આપણને આ ગુરુની વાતો કે એમનું માર્ગદર્શન સંભળાતું જ નથી. અને એટલે જ આપણને આપણા જીવનમાં છીછરાપણું લાગે છે.
ભારતીય પરંપરા મુજબ આપણે આપણા ગુરુનું કહેલું માણીયે છીએ અને એમના જ્ઞાનને માણીયે છીએ. એમાં કોઈ શંકા નથી કરતા. એજ મુજબ આપણે આપણી અંદર રહેલા ગુરુને પણ સાંભળવા જોઈએ અને એ મુજબ વર્તવું જોઈએ.
સ્વ-વિકાસ અને મનની શાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે.
એટલે આપણે બધાએ આપણી અંદરના ગુરુ ને સાંભળવા પડશે.
કેટલીક ટિપ્સ :
- એકાંત: માણસને એકાંત મળે તો જ એ એના અંતરાત્માના અવાજ ને સાંભળી શકે. અવાજ અને બીજી ધમાલથી આપણે રહીશું એટલા જ આપણે આપણા ગુરુને સાંભળી શકીશું.
- મોબાઈલ બંધ: આપણને ડિસ્ટર્બ કરવામાં અને આપણને ખલેલ પહોંચાડવામાં મોબાઈલ પહેલા ક્રમે આવે છે. મારા અંગ્રેજી બ્લોગ પર આ વિશેની પોસ્ટ વાંચો - Disconnect to Connect
- લાખો: તમને પજવતા પ્રોબ્લેમ્સ વિશે લખવાથી આપણા મગજમાં ચાલતા વિચારો વધારે ક્લીઅર થાય છે અને પછી આપણને એ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે ના નવા વિચારો આવે છે.
- ધ્યાન: ધ્યાનમાં બેસવાથી આપણું માં શાંત થાય છે અને સરવાળે આપણે આપણા પ્રોબ્લેમ્સ પર વધારે સારી રીતે કોન્સનટ્રેટ કરી શકીયે છીએ.