- ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' વાંચવાની ખરેખર મજા આવી. આજકાલ ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખક થઇ ગયા છે. એમને લખેલા ગીત પણ સાંભળવાની અને ખાસ તો અનુભવવાની ખુબ મજા આવે છે. યુટ્યુબ પર એમને લખેલા ગીત ઘણા લોકોએ ગાયા છે. ધ્રુવ ભટ્ટનું 'અકૂપાર' પછી 'ન ઇતિ' બીજું પુસ્તક છે જે મેં વાંચ્યું હોય.
- હાલમાં બેન કાર્સન નું 'ગીફ્ટેડ હેન્ડ્સ' વાંચી રહ્યો છે. અમેરિકાના ખ્યાતનામ સર્જન પરનું પુસ્તક છે. આ જ નામ પરથી મૂવી પણ છે.
- બહાર ઓફીસ સિવાય જવાનું ટાળું છું - આમને આમ ૪ મહિના થઇ ગયા આ કોરોના કેર ને. પણ અકન્દેરે સારું છે કે બધા ઘરમાં રહેવા ટેવાય ગયા છે અને ખાસ તો વગર કારણે બહાર જવું, બહારનું ખાવું-પીવું, વગેરે બધું બંધ થઇ ગયું છે. પૈસાની બચત અને સ્વાસ્થ્ય પણ બહારનું ખાવાનું બંધ થતાં સારું રહે છે.
- હા, પણ વજન વધ્યું છે, ખાસ તો પેટ અને એને હવે થોડું ઓછું કરવું જોઈએ એવું લાગી રહ્યું છે. જે કઈ શારીરિક કસરત થાય છે એ બધી ઘર પરની અગાસીમાં જ થાય છે. પણ મજા આવે છે.
- ઘરે રહેવા અને અગાસી ઉપર રમવા રીવાંશી ટેવાય ગઈ છે પણ ગઈ કાલે થોડી વાર માટે એને નીચે એની સાયકલ પર લઇ ગયો'તો પણ પછી તો એ ઘરે આવા માનતી જ નો'તી. એટલે પછી નક્કી કર્યું કે અગાસી હમણાં ભલી એને રમવા માટે.
- ઓફિસમાં પણ ૩-૪ જણને કોરોના થયો છે. એક તો અમારા ગ્રુપમાં જ આવ્યો છે. એટલે અમારે પણ ગયા અઠવાડિયે ટેસ્ટીંગ કરાવું પડ્યું.
- રીવાંશીને ૨-૩ શબ્દો વાળા નાના વાક્યો હવે બોલતા આવડી ગયું છે. એ એનું પોતાનું નામ રીવાંશીને બદલે "હાનશી" બોલે છે :-). અને રાત્રે એને હવે મારી પાસે વાર્તા (એની ભાષામાં "ટોરી" (સ્ટોરી)) સાંભળવી ગમે છે અને એના વગર અમને સુવા નથી દેતી. અને ગમે તેટલી વાર્તાઓ કહીએ, પેલી "મંકી" વાળી ૨ વાર્તાઓ કહેવાની જ : ૧) વાંદરા અને મગર વાળી ૨) વાંદરા અને ટોપીના ફેરિયા વાળી.
- કોઈ વાર મને ઉંઘ આવે તો પછી કિરણને કહે કે વાર્તા કહો.
- આજકાલ એને ગાય બહું ગમતી થઇ ગઈ છે અને રોજ એને રોટલી આપવા માટે નીચે જવાનું કહે છે.
- ફૂલછોડને પાણી પીવડાવાનું પણ એને બહું ગમે છે.
- અને હા, એને મારી જેમ ગરોળીની જરાય બીક લાગતી નથી ;-)
Sunday, August 23, 2020
નવાજુની - 14
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા બ્લૉગ પર મેં December, 2010 (M.Tech 1st Sem) માં લખેલી આ પોસ્ટ ગઈકાલે રાત્રે યાદ આવી ગઈ. મારી ૪ વર્ષની દીકરીને પણ આવી જ કંઈક ઈર્ષા કૂ...
-
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...