મારા વાહલા બાળકો,
બીલેટેડ હેપ્પી બર્થડે!
આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હતી. પણ આજે સમય મળ્યો છે અને પાછું વિચાર્યું કે વર્ષ પણ બદલાય જાય છે તો એ પહેલાં તો મારે લખવી જ પડશે.
અને હા, આ લખાય રહી છે ત્યાં સુધીમાં તો તમે પોણા ચાર વર્ષના પણ થઇ ગયા છો.
ગયા બે વર્ષોમાં જે કોરોનાનો કેર હતો એ આ વર્ષે મહદઅંશે થમ્યો છે (પણ ગયા અઠવાડિયાના સમાચારો ફરી પાછા એ પાછો આવી રહ્યો છે એ જોઇને ફરી પાછા એ દિવસો યાદ આવી રહ્યા છે.)
રુદ્રરાજ:
- હજી તને એ.સી. વગર ચાલતું નથી!
- હવે તને ઘણું બધું સમજાય રહ્યું છે. જો તને સંભળાય એમ હોત તો તું હજી ઘણું વધારે શીખી ગયો હોત.
- તારી દોડ-દોડી હજી એવી જ છે એટલે કોઈને કોઈએ તારી પાસે રહેવું જ પડે છે.
રીવાંશી:
- આ વર્ષે તારી સ્કૂલ શરુ થઇ ગઈ (ઓનલાઈન નહિ) અને તને જવું પણ ગમે છે અને તારા ત્યાં ફ્રેન્ડસ પણ બની ગયા છે.
- ઉમર કરતાં તારી હાઈટ થોડી વધારે છે. બીજા બાળકો તારી સામે નાના લાગે છે.
- હવે તને ઈંગ્લીશ પણ સારું બોલતા આવડી ગયું છે અને ઘણી વાર તો તારી ઢીંગલીઓ સાથે પણ ઈંગ્લીશમાં વાતો કરે છે.
- હવે તને અડધા 'સ' વાળા શબ્દો બોલતા આવડી ગયું છે (એકાદ મહિના પહેલાં જ શીખી).
- આ વર્ષે એપ્રિલમાં તને સ્કેટિંગ શિખવા લઇ જતા હતા. પણ પછી એક મહિના પછી અહી બેંગ્લોરમાં વરસાદ શરુ થઇ જવાને કારણે બંધ કર્યું. તોય તને બેઝીક આવડી ગયું છે. આવતા વર્ષે સ્વીમીંગ શીખવવાનો પ્લાન છે.
- હવે તને મોબાઈલમાં કે ટેબમાં જાતે યુટ્યુબ ચાલું કરીને જોતા આવડી ગયું છે.
- દર બે દિવસે તારે નવા રમકડાની ડીમાંડ ઉભી જ હોય છે. અને રમકડાની દુકાને તું કયું રમકડું લેવું અને કયું ન લેવું એમાં કન્ફયુઝ થય જાય છે.
- ધીરે ધીરે તારી બીજા સાથે વાત કરવાની શરમ ઓછી થઇ રહી છે.
- સવારે નાસ્તામાં તને ભાખરી વધારે ભાવે છે.
ફરીથી હેપ્પી બર્થડે!